સકળ સૃષ્ટિમાં આરોગ્ય બને,
સકળ અંતરિક્ષમાં અજવાળું ફેલાય,
સકળ પ્રેમમાં સહુ કોઈ રમે,
સકળ આનંદમાં સહુ કોઈ હસે.
અંતરમાંથી આ આશિષ નિકળે,
સહુ કોઈ માટે આ અભિલાષા જાગે,
સકળ અનુભવ સહુ કોઈને મળે,
સકળ વિશ્વની તૃપ્તિ એમને મળે.
સકળ ધ્યાનના આશિષ મળે,
સર્વ પ્રથમ કૃપા પ્રભુની, સહુ કોઈને મળે.
- ડો. હીરા