અખંડ બ્રહ્માંડ, અખંડ દિવ્ય ધારા;
અખંડ ઉમંગભર્યા, અખંડ સમાધિ સજ્યા.
દિવ્ય પ્રેમ ભરતા, અખંડ આનંદ સજતા;
અખંડ જ્યોત દીપાવતા, અખંડ જ્ઞાન ધારા.
દિવ્ય રસ પીતા, દિવ્યતા અનુભવતા;
પ્રેમઝરણું વહાવતા, અખંડ શરણનના પ્યાસા.
પ્રેમ માલિકી સજતા, બંદગી અસીમ સજતા;
કરૂણતા હૈયે ઉતારતા, ભાસ સર્વમાં તો થાતા.
દેખરેખમાં તો ઉતરતા, હર એકમાં પ્રભુ સમાતા.
- ડો. હીરા