તું કરુણાનો સાગર છે, તું દુષ્ટોને હણનાર, મારો રક્ષણહાર છે,
તું જીવનનો સારથી, તું મારો ભાગ્યનો વિધાતા, મારો પાલનહાર છે.
તું અમૃતની વેલ, તું મારા જીવનનો સારાંશ, મારો વિશ્વવિધાતા છે,
તું જીવનનો દાતા, તું મારા શરીરનો જનેતા, મને સાચવનાર છે.
તું પ્રેમનો સાગર છે, તું અંતરની ઓળખાણ છે, મારા દર્પણમાં દેખનાર છે,
તું વિશ્વાસ છે, તું પ્રેમની બુનિયાદ છે, મારો જ્ઞાનનો પ્રકાશ છે,
તું ગમનો પીનાર, તું હાસ્યનો રચનાર, મારા હાસ્યને પૂરનાર છે.
- ડો. હીરા