મારી દ્રષ્ટિના આંચલમાં તું, મારા પ્રેમના સાગરમાં તું,
મારી આનંદની લહેરીમાં તું, મારા અતંરના ઊંડ઼ાણમાં તું.
મારા વિશ્વાસનો આધાર છે તું, મારા શબ્દોના આવરણમાં તું,
મારા ગીતોના ગાનમાં તું, મારા મનનાં વિચારોમાં તું.
મારા શ્વાસોની દોરમાં તું, મારા જીવનની ચાલમાં તું,
મારા અંતરની ઓળખાણમાં તું, મારા આચરણના ખેલમાં તું.
મારા વિચારોની ગલીઓમાં તું, મારા દિલના હર ખૂણામાં તું,
મારી જીતની નદીઓમાં તું, મારા પ્રીતની મહેફિલમાં તું,
મારા સંગીતની સરગમમાં તું, મારા કણ કણમાં વસે છે તું.
- ડો. હીરા