ટેવો બદલાતી નથી, અંતરની ઓળખાણ મળતી નથી,
આદતો છૂટતી નથી, પરમજ્ઞાન પમાતું નથી.
વિકારો છોડાતા નથી, દિલની મહેફિલ સજાતી નથી,
ઈશ્વર દેખાતો નથી, દ્રષ્ટિ ત્યાં બદલાતી નથી.
ચેન મળતા નથી, અંતરમાં ઊતરતા આવડતું નથી,
જ્ઞાન સમજાતું નથી, અહંકાર ત્યાં તૂટતો નથી.
દુનિયા બદલતી નથી, પોતાને જ બદલતા આવડતું નથી,
સમય રોકાતો નથી, સુખદુઃખથી ઉપર ઉઠાતું નથી.
મહોબ્બત જળવાતી નથી, આપતા આવડતું નથી,
સન્માન મળતું નથી, અજનબી બનતા આવડતું નથી.
- ડો. હીરા