શું મળ્યું દૂર રહીને, ખાલી અહંકાર,
શું મળ્યું પ્રેમ ત્યજીને, ખાલી માયાની જાળ,
શું મળ્યું જીવન જીવીને, ખાલી બંધનોના હાર,
શું મળ્યું અંતરમાં ઊતરીને, ખાલી પોતાની ઓળખાણ,
શું મળ્યું શરીરભાન ભૂલીને, એક દિવ્ય આભાસ,
શું મળ્યું જીવનને અર્પણ કરીને, એક સંઘર્ષમાં રાહ,
શું મળ્યું હાથ-પગ છોડીને, આળસનો સાથ,
શું મળ્યું દર્પણ જોઈને, બદલવાનો વિશ્વાસ,
શું મળ્યું પ્રભુને પામીને, એક આરામનો શ્વાસ,
શું મળ્યું ખુદને ભૂલીને, એક સાચી પહેચાન.
- ડો. હીરા