તારી પ્રીત એવી જાગી કે અંતર મારું ઝૂમી ગયું,
તારા સંગનો રંગ એવો લાગ્યો કે જીવન મારું ખીલી ઊઠ્યુ.
તારા નર્તનમાં એવી નાચી કે પોતાની જાતને ભૂલી ગઈ,
તારા ઈશારામાં એવી ખોવાઈ કે પોતાની ઓળખાણ ભૂલી ગઈ.
તારા મલકતા મુખડામાં એવી ડૂબી ગઈ કે જગ આખું ભૂલી ગઈ,
તારા મધુર ગાનમાં એવી ઊતરી ગઈ કે પળનો હિસાબ ભૂલી ગઈ.
તારી નટખટ વાતોમાં એવી ઘેરાઈ ગઈ કે શાન-ભાન ભૂલી ગઈ,
તારી યાદોમાં એવી ખોવાઈ ગઈ કે મારી હસ્તી જ ભૂલી ગઈ.
તારી મહેફિલ સજાવટમાં એવી ભળી ગઈ કે મારું અસ્તિત્વ ભૂલી ગઈ,
તારા નયનોમાં પ્રેમ જોઈને હું તો આંનદ, ઊંડા આનંદમાં ચાલી ગઈ.
- ડો. હીરા