શિવોડ઼હમ શિવોડ઼હમ, અમારી નસ-નસમાં રમે છે શિવોડ઼હમ,
સહોહમ સહોહમ, અમારી હૃદયમાં બોલે છે સોહમ,
શિવની પૂજા કરતા કરતા, મન હવે બોલે છે શિવોડ઼હમ,
શિવને પ્રેમ કરતા કરતા, ચિત્ત હવે કહે છે શિવોડ઼હમ.
દીવાનગી શિવની જ્યાં લાગી, ધરતી- આકાશ બોલે છે શિવોડ઼હમ,
શિવની છબી જ્યાં છવાય, આખા ગગનમાં દેખાય ખાલી શિવોડ઼હમ.
શિવ કોઈ આકાર નથી, નિર્ગુણ નિરાકાર છે,
શિવ કોઈ સૂચેતા નથી; મારા મનની અવસ્થા છે.
શિવ મારું પ્રતિક છે; શિવ મારા પ્રેમની બુનિયાદ છે,
શિવ જ તો મારી અવસ્થા છે; શિવ જ તો મારી ઓળખાણ છે.
- ડો. હીરા