જાગું છું કે સૂવું છું, ખબર જ નથી પડ઼તી; હર અવસ્થામાં તને જ યાદ કરું છું,
ધ્યાન કરું છું કે લખું છું, ખબર જ નથી પડ઼તી; નશાની અવસ્થામાં જ રહું છું.
વાંચું છું કે જાણું છું, ખબર જ નથી પડ઼તી; આ પહેલેથી ખબર છે એવું માનું છું,
કરું છું કે તું કરાવે છે, ખબર જ નથી પડ઼તી; લાગે છે કે કર્મ તું જ કરે છે.
વિચારું છું કે સ્ફૂરિત થાય છે, ખબર જ નથી પડ઼તી; બધું આપોઆપ થાય છે,
મંઝિલને પકડું છું કે છોડું છું, ખબર જ નથી પડ઼તી; મંઝિલ જ સામે આવે છે, એવું થાય છે.
ઈચ્છા કરું છું કે ત્યજું છું ખબર જ નથી પડ઼તી; તારી જ ઈચ્છામાં રમ્યા કરું છું,
આઝાદ થઉં છું કે ગુલામ બનું છું, ખબર જ નથી પડ઼તી; સમર્પણમાં જ આનંદને પ્રાપ્ત કરું છું.
તને પ્રેમ કરું છું કે પોતાને વિસરું છું, ખબર જ નથી પડ઼તી; આ હાલતમાં ખાલી શૂન્ય જ રહે છે,
જીવું છું કે મરું છું, ખબર જ નથી પડ઼તી; આ શરીરને જ ભૂલી જાઉં છું
- ડો. હીરા