જ્યાં લાખો ના પામી શક્યા, ત્યાં એક પામે છે,
જ્યાં હજારો ના કરી શક્યા, ત્યાં એક કરે છે.
જ્યાં કરોડો ના શોધી શક્યા, ત્યાં એક શોધે છે,
એવી છે આ સાધના, જ્યાં એક પોતાને ઓળખે છે.
નીકળે છે તો હજારો જગમાં પ્રભુ પામવા, પણ કોઈક જ પામે છે,
ચાલે છે તો અનેક એની રાહ પર, પણ કોઈક જ જીતે છે.
પોતાની જાતને ખતમ કરવાની તૈયારી સહુની નથી હોતી,
બધું જ સમર્પણ કરવાની કોશિશ સહુની નથી હોતી.
હીરો બનવા માટે ઘસાવાની તૈયારી સહુની નથી હોતી,
આખર પોતાના સુખ સુવિધા છોડવાની તૈયારી સહુની નથી હોતી.
- ડો. હીરા