શાંતિની સ્થાપના કરતા કરતા વર્ષો લાગે છે,
એના માટે બલિદાન આપતા આપતા સેંકડો કર્મો લાગે છે.
પોતાની જાગૃતિ લાવતા લાવતા જન્મો લાગે છે,
એના માટે ગુરુની કૃપા અનિવાર્ય હોય છે.
જગને સુધરતા સુધરતા યુગો લાગે છે,
એના માટે વિચારોનું પરિવર્તન જરૂરી પડ઼ે છે.
જીવનની પરાકાષ્ઠા પર પહોંચતા પરિશ્રમ લાગે છે,
એના માટે ધૈર્ય અને ચિત્તનું જોડાણ જોઈએ છે.
મનને સ્થિર કરતા જ્ઞાન અને ભક્તિ લાગે છે,
એના માટે પ્રભુને પામવા અહંકારહીન અવસ્થા જોઈએ છે.
- ડો. હીરા