કેવી કેવી ગાંઠો જીવનમાં બાંધીને બેઠા છીએ,
“આમ ન થાય, તેમ ન થાય”, કરી ને બેઠા છીએ.
“આ કેવી રીતે થાય, આ શક્ય જ નથી“ એમ કહી બેઠા છીએ,
આપણા ગમા-અણગમા લઈને બેઠા છીએ.
પોતે જ પોતાની જાતને બાંધીએ છીએ,
અને પોતે જ પોતાની જાને છેતરીએ છીએ.
સોચ ને સંકુચિતતા અને નકારાત્મક બનાવીએ છીએ,
આવી સોચને છતાં આપણે બુદ્ધિ માનીએ છીએ.
આપણી જ ગાંઠોમાં આપણે ગોથા ખાઈએ છીએ,
વિચિત્રતાનું દર્પણ આપણે પોતે જ જોઈએ છીએ.
- ડો. હીરા