મોક્ષની આશા લઈને જીવતો રહ્યો છે માનવી,
પ્રેમના વાદા કરીની તોડ઼તો રહ્યો છે માનવી,
અજાગૃત અવસ્થામાં સૂતો રહ્યો છે માનવી,
જાગવા છતાં પણ બેધ્યાન રહ્યો છે માનવી,
આનંદની આશા લઈને ચાલતો રહ્યો છે માનવી,
છતાં સુખસુવિધાને આનંદ માની બેઠો છે માનવી,
જીવન સંઘર્ષને દુઃખ માને છે માનવી,
કેમકે આનંદને પરમ આનંદ માની બેઠો છે માનવી,
દર્દથી છૂટકારો ચાહે છે માવની,
હર એક પીડ઼ાથી મુક્તિ ચાહે છે માનવી,
ખુશી ખુશી ત્યારે ચાલવા તૈયાર થઈ જાય છે માનવી,
હર એક ગમમાં ખાલી છેતરાઈ રહ્યો છે માનવી.
- ડો. હીરા