આજે તને પામવા નીકળ્યા તો ખબર પડ઼ી હજી તો કાંઈ છોડવું નથી,
આજે તને બધું સોંપવા નીકળ્યા તો ખબર પડ઼ી હજી તો કાંઈ આપવું નથી.
આજે તને ભજવા નીકળ્યા તો ખબર પડ઼ી કે હજી પોતાની જાતને ભૂલવું નથી,
આજે તને મળવા નીકળ્યા તો ખબર પડ઼ી કે હજી દુનિયાને મળવાનું પત્યું નથી.
આજે તને સાંભળવા નીકળ્યા તો ખબર પડ઼ી કે હજી સાંભળવાની કોઈ તૈયારી નથી,
આજે તને શોધવા નીકળ્યા તો ખબર પડ઼ી કે ભટક્યા વગર અમે રહેતા નથી.
આજે અમે તારા દર્શન માટે તરસ્યા તો ખબર પડ઼ી કે બીજે આકર્ષણ વગર અમે રહ્યા નથી,
આજે અમે સાધવા નીકળ્યા તો ખબર પડ઼ી આગળ વધવાની અમારી તૈયારી નથી.
આજે અમે વિશ્વાસ કરવા બેઠા તો ખબર પડ઼ી કે હજી પ્રશ્ન જાગ્યા વિના રહેતા નથી,
આજે અમે તારામાં સમાવા નીકળ્યા તો ખબર પડ઼ી કે પોતાની જાતને છોડ઼વાની તૈયારી નથી.
- ડો. હીરા