ઊંચાઈ પર જવું છે, પોતાના પર કાબૂ પામવો છે,
જીવનમાં વિજય જોવે છે, અંતરઆત્માને ઓળખવો છે.
જ્ઞાન સાચી રીતે સમજવું છે, જીવન એ સુંદર ઉપવન જેવું જોવે છે,
પરિબ્રહ્મનાં દર્શન કરવા છે, ઉત્સુકતામાં બધું પામવું છે.
સ્વયંમની સાચી ઓળખાણ જાણવી છે, હર સુખ સુવિધા જોવે છે,
દાસ બનીને પ્રભુના રહેવું છે, છતાં ઉપકારને માની આગળ વધવું છે.
દર્શનથી ભાગવું છે, હસતા રમતા પ્રભુને પામવા છે,
આ કેવી રીત સાધનાની જોઈએ છે કે પોતાની સગવડ઼ પ્રમાણે પ્રભુ જોઈએ છે.
- ડો. હીરા