તારી કૃપા સતત વરસતી રહે છે પ્રભુ
છતાં એ સમજાતી નથી
તારો પ્રેમ સતત વહેતો રહે છે પ્રભુ
છતાં એ દિલમાં સમાતો નથી
તારા ભાવો તારા ભક્તો માટે સદા લાગણી વરસાવે
છતાં એ હૃદયને સ્પર્શતો નથી
તારા ખેલ સદા પ્રેમના રહ્યા છે
છતાં એને પરીક્ષા માની ડરીએ છીએ
તું પોતે આ જગમાં બધે વ્યાપ્ત છે
છતાં આ આંખે તું દેખાતો નથી
- ડો. હીરા