અમૂલ્ય તારા દર્શન, હવે તો તું આપ
આ જન્મોની તડ઼પને હવે તું ખતમ કર
તારામાં એક હવે તો તું કર, તારામાં એક હવે તો તું કર
શિતલતા, આ દિલમાં હવે તો તું સ્થાપ
મારા દિલની મહેફિલને હવે તો તું સજાવ
ઓ મારા દિલના માલિક, હવે તો તું આવ
બેચેન મારા મનને, હવે તો તું સ્થિર કર
પ્રતિક્ષા મારી આંખોની, હવે તો તું ખતમ કર
મારા હૈયાની પોકારને, હવે તો તું સાંભળ
સાથે લઈ જા, ઓ મારા ઉમાપતિ, હવે ના તડ઼પાવ
અજાગૃત મારા મનને, હવે તો તારામાં જાગૃત કર
મારા ભૂલેલા અસ્તિત્વને, હવે તો જગાડ
મને, મારી ઓળખાણ, હવે તો તું કરાવ
મારા નિજસ્વરૂપના દર્શન, તો તું કરાવ
તારી-મારી દ્વિતીય કહાનીને હવે તો એક કર
આ અલગતાને હવે ખતમ કર
તારા ચરણોમાં લઈ, મને તારી બનાવ
ઓ જગદીશ્વર, તારામાં હવે તો સમાવ, તારામાં હવે તો સમાવ
- ડો. હીરા