ભૂલો કરી છે ઘણી જીવનમાં, અફસોસ પણ એનો થાય છે
પ્રપંચ કર્યો છે ઘણો, તકલીફ પણ એની થાય છે
દર્પણમાં જ્યારે સાચું જોઈએ છીએ, ત્યારે આઘાત પણ થાય છે
સમજણ વિના વર્તન તો બહુ ભારે પડી જાય છે
ધ્યાન વિનાનું આચરણ, સમર્પણ ન કરવા દે છે
ઉમંગ વિનાનું હાસ્ય, એ તો ખાલી રડવા દે છે
પ્રભુના મિલન વિનાનું સગપણ, ખાલી મોહ જગાડે છે
દર્પણમાં જ્યારે જોવાય છે, ત્યારે ખુદને ના ઓળખાય છે
ચૈન વિનાનું મન તો દગો દઈ જાય છે
આવી અવસ્થામાં માનવી ખાલી અસત્યમાં રમતો જાય છે
- ડો. હીરા