તમે મારા જેવા છો એની મને ખબર નથી
હું તમારાં જેવી છું એની પણ તો ખબર નથી
વિશ્વાસથી પોકારો છો, એનો કોઈ અવિશ્વાસ નથી
મંજિલ મારી તમે છો, એનો કોઈ મને ભેદ નથી
આશરો તમારો છે, એની કોઈ મને દુવિધા નથી
વ્યવહાર તમે કરાવો છો, એની કોઈ ફરિયાદ નથી
મહેફિલના તમે સિતારા છો, એની મને કોઈ ગફળત નથી
તમે મારામાં છો, એનો હવે કોઈ અવિશ્વાસ નથી.
- ડો. હીરા