મહોબ્બતના ડાયરામાં પોતાનું શું વજૂદ રહે છે?
વિશ્વાસના અહેસાસમાં ઇચ્છાનું શું પ્રતીક રહે છે?
અનુભવની આલમમાં પ્રવચનનો શું ઇરાદો રહે છે?
પ્રેમના પોકારમાં મારો અહેસાસ શું રહે છે?
મંજિલની શોધમાં બીજા વિચારોની જગ્યા ક્યાં રહે છે?
આદર્શોના ખેલમાં, આચરણનું વજૂદ શું રહે છે?
વ્યાસના સંગાથમાં, શબ્દોની શું કચાશ રહે છે?
અવરોધના જમાનામાં, મારી વાણીની શું જરૂર હોય છે?
- ડો. હીરા