અનુભવની વાત છે, ગ્રંથોની સારવાર છે
પ્રભુની તો કૃપા છે, એટલે જ તો આ અહેસાસ છે
મંજિલ એની પ્રાપ્ત છે, રસ્તો એનો ખબર છે
મર્યાદાનો અહેસાસ છે, વિશ્વાસનો સંવાદ છે
પ્રેમની ખાલી મુલાકાત છે, બુદ્ઘિના તો અગ્નિસંસ્કાર છે
મુક્તિની ગીતા છે, ભગવંતની તો ઇચ્છા છે
મનોરંજનની મુલાકાત છે, આનંદની તો સારવાર છે
મુશ્કેલીનો અંત છે, પ્રભુ તારી સાથેનું તો મિલન છે
- ડો. હીરા