સમજની બહારની વાતો સમજાતી નથી
અવિશ્વાસની સોચમાં વિશ્વાસ જડતો નથી
આ છે ગાથા જગમાં હરએક મનુષ્યની
આ છે લાચારી સહુની
પોકાર એમાં પ્રભુનો સંભળાતો નથી
પ્રેમ પ્રભુનો એમાં જડતો નથી
પ્રાર્થના સાચી કોઈને આવડતી નથી
માંગણીઓ કર્યા વગર આપણે રહેતા નથી
મંજિલ આખરે આપણી શું છે, એ સમજાતું નથી
પરિવારમાં રમીએ, આપણે પોતાને જ ઓળખતા નથી
- ડો. હીરા