શું જીવશું અને શું મરશું?
આખરે ક્યાં જઈશું?
અહેસાસ હુંનો ક્યારે છોડશું?
આખરે આપણે ક્યારે મરશું?
મિલન વગર કોઈ ખતમ નથી
મંજિલ પામ્યા વગર કોઈ મરણ નથી
આખરે કેટલું ભાગશું, કેટલુ ખોવાશું
એને મળ્યા વિના કોઈ રસ્તો નથી
વિવેક ચૂકશું, ભૂલો કરશું, જન્મમરણના ફેરા કરશું
પ્રેમ વગર કોઈ મંજિલ નથી, એના વગર કોઈ મુક્તિ નથી
- ડો. હીરા