પ્રેમથી પોકારીને તને, ધ્યાનમાં જવાય છે
નામ તારું લઈને વિશ્વાસથી, ધ્યાનમાં જવાય છે
યાદ તને કરી, ધ્યાનમાં જવાય છે
કાર્યમાં તને રાખીને, ધ્યાનમાં જવાય છે
એકરૂપતા સાધીને, ધ્યાનમાં જવાય છે
વિચાર તારો કરીને, ધ્યાનમાં જવાય છે
વાતો તારી સાથે કરી, ધ્યાનમાં જવાય છે
દિવ્યતાનો અનુભવ કરીને, ધ્યાનમાં જવાય છે
તારામાં ખોવાઈ ને, ધ્યાનમાં તારા જવાય છે
- ડો. હીરા