પ્રભુ તને ભેટવાની, કેમ કોઈ ઉતાવળ નથી થતી
પ્રભુ તને પામવાની, કેમ કોઈ ઇચ્છા નથી થતી
પ્રભુ તને મળવાની, કેમ કોઈ જિજ્ઞાસા નથી થતી
પ્રભુ તારામાં ખોવાની, કેમ કોઈ પ્રેરણા નથી થતી
પ્રભુ તને પ્રેમ કરવાની, કેમ કોઈ લાલસા નથી થતી
પ્રભુ તારો વિયોગ, કેમ કોઈ તકલીફ નથી આપતો
પ્રભુ તારાથી અલગતા, કેમ કોઈ ફરિયાદ નથી આપતી
પ્રભુ તારા વગર જીવવું, કેમ એ સંભવ નથી
પ્રભુ તારાથી બિછડવાનું, કેમ દુઃખ નથી આપતું
- ડો. હીરા