વિચારોની મતધારામાં એક વિચાર આવે છે
પ્રભુ તારો વિચાર મને તો એમાં નવડાવે છે
ઇચ્છાઓની અસંખ્ય સંખ્યામાં એક ઇચ્છા જાગે છે
પ્રભુ તારા મિલનની તો મને ઇચ્છા જાગે છે
કાર્યોના મતભેદમાં એક કાર્ય દેખાય છે
પ્રભુ તારા આપેલા કાર્યમાં તો મજા આવે છે
અવિશ્વાસની જંજીરમાં એક વિશ્વાસ થાય છે
પ્રભુ તું છે, તું કરે છે, તું જ કરાવે છે, એ વિશ્વાસ જાગે છે
પ્રેમની પોકારમાં એક તડપ એવી જાગે છે
પ્રભુ તારા પ્રેમનો અહેસાસ એ તો આપે છે
મંજિલની તલાશમાં, એક મંજિલ એવી જડે છે
પ્રભુ તારી મંજિલમાં, મને મારી મંજિલ જડે છે
- ડો. હીરા