તમારી જાતને બહુ બુદ્ધિશાળી માનો છો, ખરુંને?
શું એનાથી પ્રભુ મળ્યા?
તમને લાગે છે કે તમે તમારી ઈચ્છા મુજબ લોકોને મનાવી શકશો?
શું એનાથી મનની શાંતિ કાયમની મળી?
તો પછી ક્યાં ખોટા પડ્યા, ક્યાં તમે ભૂલા પડ્યા?
ચતુરાઈથી કંઈ પ્રભુને પમાતું નથી, કેમ એ વિસરી ગયા?
નિર્દોષ મનથી પ્રભુ પાસે ગયા?
કે “ફક્ત તમારી માહિતી માટે”માં એમની મંજૂરી ગણી?
પ્રભુ તો કંઈ ન બોલ્યા, મનોરંજનમાં તો ખાલી મજા લીધી.
- ડો. હીરા