શું તને ખબર નથી તારે જીવનમાં શું કરવાનું છે?
શું તને ખબર નથી તારે જીવનમાં શું પામવાનું છે?
તો ઓ માનવી, સંભાળ તારી જાતને, જગાડ઼ તારી જાતને,
ઉપર ઉઠાવ તારી જાતને અને પમાડ તારી જાતને.
શું તને ખબર નથી, કે એક દિવસ મરવાનું છે?
શું તને ખબર નથી, કે એક દિવસ બધું છોડવાનું છે?
તો ઓ માનવી, હલાવ તારી જાતને, ચલાવ તારી જાતને,
જીવાડ઼ તારી જાતને અને પમાડ઼ તારી જાતને.
શું તને ખબર નથી કે એક દિવસ બિછડવાનું છે?
શું તને ખબર નથી કે એક દિવસ બધું છૂટવાનું છે?
તો ઓ માનવી ભુલાવ તારી જાતને, ઓળખ તારી જાતને,
સુધાર તારી જાતને અને પમાડ઼ તારી જાતને.
- ડો. હીરા