જ્યાં દ્રષ્ટિ હટી, ત્યાં દુર્ઘટના ઘટી,
જ્યાં પ્રેમ ખતમ થયો, ત્યાં અંતરમાંથી શાંતિ હટી.
જ્યાં મનધાર્યું કર્મ ના થયું, ત્યાં દુઃખભાવ થયા,
જ્યાં અહંકારમાં માનવી રહ્યો, ત્યાં અજ્ઞાનતામાં રહ્યો.
જ્યાં વિશ્વાસ હટ્યો, ત્યાં અંતરમાં માન ઘટ્યું,
જ્યાં પરિણામ બદલાયા, ત્યાં લોકોના ચાલચલન બદલાયા.
જ્યાં ધરતી પર પાપ વધ્યું, ત્યાં અવતરણ પ્રભુનું થયું,
જ્યાં માનવ જાતી દુઃખમાં સપડાઈ, ત્યાં કૃપા પ્રભુની વર્ષી.
જ્યાં મોક્ષના દ્વાર બંધ થયા, ત્યાં મરણના પાસા ઉંધા પડ્યા,
જ્યાં પ્રભુના આશીર્વાદ મળ્યા, ત્યાં જીવનમા આનંદ છવાયો.
- ડો. હીરા