આ જનમ મળ્યો, તને પામવા માટે,
આ મરણ મળ્યું, અહંકાર તોડવા માટે.
આ પરિવાર મળ્યો, શીખવા માટે,
આ સંબંધી મળ્યા, રાહ બતાડ઼વા માટે.
આ કર્મ મળ્યા, જગાડ઼વા માટે,
આ ધર્મ મળ્યું, આગળ ચલાવવા માટે.
આ શરીર મળ્યું, અંતરમાં ઊતરવા માટે,
આ પ્રેમ મળ્યો, જીવનમાં મોકળાશ પામવા માટે.
આ જ્ઞાન મળ્યું, સહુને અપનાવવા માટે,
આ સૃષ્ટિ મળી, આનંદને ફેલાવવા માટે.
- ડો. હીરા