જેમ સાગરની ગહરાઈ મપાતી નથી, તેમ તારી કૃપાનો વરસાદ મપાતો નથી,
જેમ જીવનનો સંઘર્ષ સમજાતો નથી, એમ તારી હસ્તીનો અહેસાસ થાતો નથી.
જેમ પ્રેમની બુનિયાદ બંધાતી નથી, એમ તારી સીમાને મપાતી નથી,
જેમ કોયલની મધુર વાણી ભુલાતી નથી, તેમ મારા જીવનમાં તારો પ્રકાશ બુઝાતો નથી.
જેમ જ્ઞાનનું અનુમાન લગાવાતું નથી, એમ તારા પ્રેમની પરાકાષ્ઠા પર પહોંચાતું નથી,
જેમ લોભ-અભિમાનમાં જુલમ થયા વિના રહેતા નથી, તેમ તારા વિચારોમાં રહી બદલાવ આવ્યા વિના રહેતા નથી.
જેમ બાળકથી મા દૂર રહી શકતી નથી, તેમ તારા ભક્તોથી દૂર તું રહી શકતો નથી,
જેમ દીવો પ્રકાશ આપ્યા વિના રહેતો નથી, તેમ તું ભવસાગર પાર કરાવ્યા વિના રહેતો નથી.
- ડો. હીરા