દ્રષ્ટિમાં તું નથી તો શું તને કહું,
પ્રેમમાં તારી છબી નથી, તો શું તને કહું,
જ્યાં એકાકાર આપણે નથી, તો શું તને કહું,
જ્યાં ફરિયાદ હજી હટી નથી, તો શું તને કહું,
જ્યાં વિકારો કાબૂમાં નથી, તો શું તને કહું,
જ્યાં અવાજ દિલનો નથી, તો શું તને કહું,
જ્યાં વિશ્વાસ હૈયામાં નથી, તો શું તને કહું,
જ્યાં એકાંત ચિત્ત નથી, તો શું તને કહું,
જ્યાં મન કાબૂમાં નથી, તો પ્રભુ શું તને કહું.
- ડો. હીરા