શું જોઈ મારે ચાલવું, એ જ તો મને ખબર નથી.
કોના ઈશારે મારે ચાલવું, એ જ તો મને ખબર નથી.
હૈરાન થઈ પરેશાન થવું, એવું કેમ કરું, એ જ ખબર નથી.
આશ્ચર્ય થઈ વિશ્વાસ ઠુકરાવવો, એવું કેમ કરું, એ જ તો ખબર નથી.
પ્રભુ તને ફરિયાદ કરું, તારા વિચાર ત્યજું, આવું કેમ કરું, એ જ ખબર નથી.
તારા પ્રેમને વીસરી જાઉં, આખર શું ચાહું, એ જ તો ખબર નથી.
વ્યથા મારી તને સંભળાવું, રસ્તો કોઈ જડતો નથી;
સરળતામાં તને પુકારું, એના વગર બીજું કાંઈ આવડતું નથી.
પ્રેમમાં તારા પાગલ બનવું, એના વિના બીજું કાંઈ જોઈતું નથી.
તારા જ મિલનમાં ખોવાઈ જાવું, એના વગર બીજી કોઈ ઇચ્છા નથી.
- ડો. હીરા