અસંભવ ને સંભવ બનાવે છે, પ્રાર્થના.
સ્વાર્થને નિસ્વાર્થ બનાવે છે, આરાધના.
પ્રેમને અમર પ્રેમ બનાવે છે, નિષ્કામના.
અમરતામાં પ્રીત જગાડે છે, પ્રિયતમા.
આરાધનામાં ફળ આપે છે, દિવ્યતા.
વ્યવહારમાં જિત આપે છે, સરળતા.
સંકોચમાં નિડર બનાવે છે, વિશ્વાત્મા.
આદરમાં પ્રાણ પૂરે છે, અનુભવતા.
સચ્ચાઈમાં રસ જગાડે છે, મધુરતા.
દિવ્યતામાં વખાણે છે, અનુરાધા.
સમયની પાર પહોંચાડે છે, એકરૂપતા.
- ડો. હીરા