શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;
અને પ્રભુના ભક્તની વાણીને એ તો ધિક્કારે છે.
શું જમાનો આવ્યો છે, કે મૂર્ખ લોકોના નિર્ણયને એ સન્માન આપે છે;
અને દિવ્ય અનુભવને એ તો સામાન્ય ગણે છે.
શું જમાનો આવ્યો છે કે પોતાના વિચાર પર ન એ વિચારે કરે છે;
અને બીજાના અભિપ્રાય પ્રમાણે એ તો ચાલે છે.
શું જમાનો આવ્યો છે કે તકલીફમાં મંદિર, મસ્જીદ પર મન્નત માગે છે;
અને કામ થતાં જ પ્રભુને તો એ ભૂલે છે.
શું જમાનો આવ્યો છે કે ધનદૌલતને તો પૂજે છે;
અને લક્ષ્મીપૂજનમાં તો વિચારોની શુદ્ધતા ન આવે છે.
શું જમાનો આવ્યો છે જે ચમત્કારને ખાલી મહાનતા સમજે;
અને સંતોની રાહે ચાલવાનું એ તો ભૂલે.
શું જમાનો આવ્યો છે જે સાધુના વેશમાં લોકોને ગુમરાહ કરે;
અને ખુદનું ધ્યાન પ્રભુ મિલનથી એ વિસરે.
શું જમાનો આવ્યો છે જે ખાલી ખોખલી વાતો કરે,
સાચાખોટા લખાણો પર વિશ્વાસ કરે અને લોકો પર જ અવિશ્વાસ કરે.
શું જમાનો આવ્યો છે જે મનપસંદ ઇચ્છાઓ વધારતો રહે;
અને ખુદને દુઃખ આપી, પોતે જ દુઃખી રહે.
શું જમાનો આવ્યો છે જે કુંડલીના નામ પર લોકોને ઘભરાવે;
અને લોકોના અંધવિશ્વને પ્રોત્સાહન આપે.
શું જમાનો આવ્યો છે જે મોક્ષના નામ પર આશ્રમ ખોલે;
અને આશ્રમમાં પોતાની જ હવસને એ પૂરી કરે.
શું જમાનો આવ્યો છે જે પોતે જ પોતાના લોકોને છેતરે;
અને પછી લોકો સામે સાફ સૂથરા રહે.
શું જમાનો આવ્યો છે જે બલિદાનને મૂર્ખતા સમજે;
અને છેતરાયાને સમજદારી સમજે.
શું જમાનો આવ્યો છે જે તિર્થ પર જઈ, વિચારો અને પ્રકૃતિને પ્રદૂષિત કરે;
અને બીજા પર કલંક લગાડે.
શું જમાનો આવ્યો છે જે પ્રભુના નામનો ધંધો બનાવે;
અને મંત્ર તંત્રથી બીજાને વશમાં કરે.
શું જમાનો આવ્યો છે જે રાગ, દ્વેષ, ક્રોધ, કામમાં રહે;
અને છતાં પણ આચરણમાં છેડખાની કરે.
શું જમાનો આવ્યો છે જે ધર્મના નામ પર લોકોને ભડકાવે;
અને ધર્મયુદ્ધના નામ પર એક બીજાને કાપે.
શું જમાનો આવ્યો છે જે રાતે નાચે અને દિવસમાં ઊંઘે;
ભોગી તન ને રોગી મનથી યોગીને પણ શંકાથી જોવે.
શું જમાનો આવ્યો છે જે બીજાની સહાય પણ ના કરે;
અને પ્રેમને પણ એ જીવનમાં ઠુકરાવે.
શું જમાનો આવ્યો છે જે ઘરડા મા-બાપને રસ્તે છોડે;
અને પોતાને જ મહત્વ આપી એ તો જીવે.
શું જમાનો આવ્યો છે, એક નિઃસહાયની તકલીફને ન સમજે;
ખાલી ધનદૌલતને એ ભગવાન સમજે.
શું જમાનો આવ્યો છે જે શરીરભાનમાં જ રમે;
અંતરના અંધકારને એ પ્રજ્વલિત કરે.
શું જમાનો આવ્યો છે જે ઝેર આહારના નામ પર ખવડાવે;
અન્યને મૌતના દ્વારે પહોંચાડી, એ ચેનથી નિદંરે લે.
શું જમાનો આવ્યો છે જે આડંબરને સત્ય માને;
બેકાબૂ મન અને તનને હર સમય પોષે.
શું જમાનો આવ્યો છે જે ધર્મને ઉલટોં સમજે;
અને પોતાની અસમજને બીજા પર લાદે.
શું જમાનો આવ્યો છે જે નિર્માણમાં વાતાવરણને બગાડે;
પોતાના હાથથી જ પોતાનો મૃત્યુપત્ર લખે.
શું જમાનો આવ્યો છે જે એક બીજાની કામયાબીથી ઈર્ષામાં બળે;
અને બીજાની તકલીફ પર મજા કરે.
શું જમાનો આવ્યો છે જે ઈમાનદારને ચોર ગણે;
અને ચોરને એ તો સલામ કરે.
શું જમાનો આવ્યો છે જે વિચાર પણ ન કરે;
ખાલી આવેશમાં આવીને ખોટા કાર્ય કરે.
શું જમાનો આવ્યો છે જે જીવનનું નુકસાન કરે;
ખાલી ફાયદા નુકસાનમાં એ તો શ્વસે પુરે.
શું જમાનો આવ્યો છે જે વર્ષો સુધી યાદો-ફરિયદોને ન ભૂલે;
પણ કોઈનો ઉપકાર ક્ષણ ભરમાં ભૂલે.
શું જમાનો આવ્યો છે જે મહત્વ જીવનનું ન સમજે;
અને વીર્ય ખુદની ચાલ ને સમજે.
શું જમાનો આવ્યો છે જે અહીંસાના નામ પર હિંસા કરે;
અને શરીર ભાન ભૂલી કામવાસનામાં રમે.
શું જમાનો આવ્યો છે જે અંતરમાં ઉતરવા ન તૈયાર રહે;
ખુદની ખુદ જ છેડખાની કરે.
શું જમાનો આવ્યો છે જે આ શબ્દોને ન સમજે,
સાંભળી, પાછા ફરી, એ તો એનું એ જ કરે. શું જમાનો આવ્યો છે.
- ડો. હીરા