હર એક માનવીના જુદા જુદા અનુભવ હોય છે;
હર એક પ્રાંતમાં જુદા જુદા લોકો હોય છે;
કોઈને કોઈ સાથે ફાવતું નથી,
કોઈને કોઈ વગર ચાલતું નથી;
શરીર સાથે જ સહુ કોઈ અટવાયેલા છે;
જ્યાં મન છૂટું પડે છે, ત્યાં કોઈ ભેદ રહેતો નથી;
જ્યાં જીવન સફળ બને છે, ત્યાં કોઈ અંતર રહેતું નથી.
- ડો. હીરા