ધૂમ્રપાન કરના મના હૈ, તોય લોકો કરે છે;
ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે, એવું વૈજ્ઞાનિકો કહે છે, તોય લોકો કરે છે;
આખર આવું શા માટે કરે છે?
જાણ્યા પછી પણ લોકો કેમ પાપ કરે છે?
આવી છે અમનુષ્યની વૃત્તિ;
જ્યાં સુધી પોતે ન કરે ત્યાં સુધી અહેસાસ ન થાય;
એ માનતો નથી. આવી છે પ્રભુની સૃષ્ટિ;
જ્યાં સુધી એ પોતે ન ચાલે અને ન માને એ પામતો નથી;
પ્રભુ ગ્રંથો, મંદિર કે પૂજામાં નથી મળતા;
પ્રભુ તો અંતરમાં ઉતારર્યા વગર મળતા નથી.
- ડો. હીરા