શું બધાને જોઈએ છે, એ સમજાતું નથી.
શું આ વાણી કડવી છે, કે કોઈને ગમતી નથી?
શું બધા પર ઠોસીએ છીએ, કે ફરિયાદમાં તો એ જીવે છે;
શું જાગૃતિની આ વાત છે, કે અમે સ્વપ્નમાં રહીએ છીએ?
છોડી પણ શકાતું નથી, સાથ પણ દઈ શકાતો નથી;
એવું તો અમે શું કરીએ છીએ કે કોઈને ખુશી આપી શકાતી નથી.
શાંત બની પછી અમે બેસીએ છીએ, પણ એમાં સહુને શું મળે છે?
આ વાણીના શબ્દો તો ખાલી લખાય છે, એનો સાર તો પછી કોને મળે છે?
અસત્ય અગર આ લેખ છે, તો શાને અમે લખીએ છીએ?
અહંમાં અગર અમે જીવીએ છીએ, તો મુલાકાત પ્રભુની કેમ મળે છે?
ગાંડપણમાં અગર દ્રશ્યો દેખાય છે, તો આ સ્પષ્ટતા ક્યાંથી મળે છે?
શું પ્રેમ કોઈને આપી શકાતો નથી, એવા કેમ કઠોર અમે બનીએ છીએ?
કે પછી કેમ અમે સહુને કહીએ છીએ, આખરે અમે કોના મનમાં વસીએ છીએ?
- ડો. હીરા