દૂર થઈને શું મળ્યું, જ્યાં પાસે જઈને શું કહ્યું?
વેદના અમારા મનની કોને કહેવી, કે આખરે અમને શું મળ્યું.
પ્રભુનો સાથ, એની એકરૂપતા, એનો અણસાર અમને મળે છે;
તો પછી શાની આ તડપ, શાનું આ રુદન, શાની આ નારાજગી મળે છે?
કોણ છે મારા, કે સહુની પાછળ દોડીએ છીએ, આખરે કેમ સહુને કહીએ છીએ?
વિચારોમાં દુઃખ, દિલમાં ચેન, આવી અવસ્થા કેમ ઝીલીએ છીએ?
શાને સહુને ભૂલી, ખાલી પ્રભુમાં એક થઈને રહી શકાતું નથી?
આવી શું છે બાધા કે સહુને છોડી શકાતું નથી?
મન ખૂબ લલચાય છે, કે ફરી પાછા બધા ગેર બને;
ફરી પાછા બધાને ભૂલીને પ્રભુમાં એક થઈએ.
આ રુદન મારું કોઈને સમજાતું નથી, પ્રભુથી દૂર હવે રહેવાતું નથી.
- ડો. હીરા