શિવના મૌન, પ્રભુના નૈનમાં જ્યારે ઝાંખીએ છીએ;
તો શિવ તત્ત્વ સમજાય છે, પ્રભુમાં એક થવાય છે.
પ્રભુનાં દર્શનની તડપ, એની વાણી માટેની લાલસા;
હરએક પળમાં પળને ભૂલી, એની મહેફિલ સજાવતા;
મારામાં એ જ્યારે વસે છે, તો એની વાણી સંભળાય છે.
પ્રભુના હરએક અંદાજમાં, પ્રભુની ખુશ્બૂ મળે છે.
- ડો. હીરા