પ્રભુની આ સૃષ્ટિ ને પ્રભુની આ મુક્તિમાં; ખાલી મનની અવસ્થાનો ફેર છે.
પ્રભુના પ્રેમમાં ઝૂમવું અને પ્રભુમાં એક થવું; એ ખાલી એક ઉમંગની લહેર છે.
પ્રભુની મસ્તીમાં ખોવાવું અને પ્રભુને પ્રેમથી આવકારવું; એ ખાલી એક રમતના બે છેડા છે.
પ્રભુમાં ભૂલી જવું અને પ્રભુમાં બધું યાદ રાખવું; ખાલી એક જ રૂપમાં અનેક રૂપનાં દર્શન છે.
મહેફિલ પ્રભુની જોવી, અણસાર સતત એના મળવા; એ ખાલી જાગૃતિનો વેશ છે.
પ્રેરણા પ્રભુની મળવી અને એની રાહે ચાલવું; એ ખાલી પ્રભુના માર્ગ પર ચાલવાની રીત છે.
મહોબ્બત પ્રભુને કરવી અને એના જેવું બનવું; ખાલી નજદીકતાનું પ્રતીક છે.
હૃદયમાં પ્રભુનો વાસ કરવો અને પ્રભુના દિલમાં વસવું; એ તો આપણી અવસ્થાની વાત છે.
- ડો. હીરા