અલગ અલગ રૂપમાં તને નીરખું છું, અલગ અલગ સ્વરૂપમાં તને પાઉં છું;
વિસ્તારમાં તો ક્યારે વામનમાં તારાં દર્શન કરું છું.
હરએક વ્યવહારમાં તારો ઇરાદો સમજું છું;
પામશે બધા એ તો મારી ખાતરી ગણું છું.
તારા ચહેરામાં મારું દર્પણ જોઉં છું;
માગણીમાં પણ તું, તો સોચમાં પણ તું;
હરએક સમયમાં તારી સહી જોઉં છું.
ન કોઈ વર્તન તારી વિરુદ્ધ છે, ન કોઈ તારાથી ગેર છે;
તારી છબી સહુમાં જોઉં છું.
હજાર વાતોમાં ખાલી તારી વાત સાંભળું છું;
હર વાતમાં તારી વાત સમજું છું.
શું છેતરશે કોઈ મને?
હરએક પળ, હરએક તલાશમાં તારા જ મોકા ને જોઉં છું.
- ડો. હીરા