સર્વ ધર્મની મંજિલ તો એક જ છે,
સર્વ પ્રથા પાછળ સંકલ્પ તો એક જ છે,
પ્રભુ પામવાની આસ્થા તો સહુની એક જ છે,
શ્રદ્ધા ને વિશ્વાસ સહુનો તો એક જ છે,
જીવનમાં નિઃસ્વાર્થ સોચ સહુમાં ક્યારેક તો જાગે છે,
સહુના આંચળમાં વિચાર ક્યારેક તો રમે છે,
સ્વાર્થભર્યા વ્યવહાર એને તો ગુમાવે છે,
કાંઈ પામવાની ઇચ્છા એને તો મંજિલ વિસરાવે છે,
પ્રભુત્વની પહેચાન એને તો ક્યારેક મળે છે.
- ડો. હીરા