કોઈ મને પૂછે, ‘શું હું ભગવાન છું’?
કોઈ મને કહે, ‘શું ભગવાન તારી સાથે વાત કરે છે’?
કોઈ મને ફરિયાદ કરે, ‘આવું તું કેમ કરે છે’?
કોઈ મને આ વાત કરે, ‘પછી તું શું કહે છે’?
વ્યવહાર મારો કોઈથી સમજાતો નથી;
મારી વાણી કોઈને ગમતી નથી.
કાર્ય હું એનું કરું છું, એની જ રાહે ચાલુ છું;
એના જ વિચારો પ્રદર્શિત કરું છુ;.
એની જ મુલાકાતના તો રસ્તા બતાડું છું.
ન કોઈ પાગલપણ છે, ન પોતાની જાત પર સ્વાભિમાન છે;
બસ એની જ તો મને કૃપા છે, એની જ આ મહેફિલ છે.
પછી ભલે એ વાત હોય કે પછી તમારી ફરિયાદ હોય;
ઇચ્છા એની વ્યક્ત કરું છું, એના જ ઈશારે ચાલુ છું.
- ડો. હીરા