મુલાકાત તો એ હસીન હતી, દિલની ઇચ્છામાં એ તહસીન હતી;
મારા મિલનની તો ઘડી હતી, પ્રભુ સાથેની તો એ મુલાકાત હસીન હતી.
અનોખી મારી એ હસ્તી હતી, પ્રભુમાં તો મારી મસ્તી હતી;
વિશ્વાસની પરાકાષ્ઠા હતી, પ્રભુની આસ્થામાં હું શામિલ હતી.
રૂહમાં એની મારી તો રૂહ હતી, ગમગીન પળોની કોઈ ખબર નહોતી;
અચાનક મારી મને ખબર નહોતી, એની જ શહેનાઇમાં મારી બારાત હતી.
જીવન મરણની હસ્તી જ નહોતી, હર એક પળ તો કાળથી પરે હતી;
મનમોહક એ વાતાવરણ હતું, મારા દિલની ક્યારીઓમાં પ્રભુનું ગુલેગુલશન હતું.
- ડો. હીરા