જીવને માનવું હશે તો એ માનશે;
પછી ગફલત કેમ ન હોય, એ તો માનશે.
શરીરને તૂટવું હશે તો તૂટશે;
પછી ઈલાજ કેમ કેટલાય ન હોય, એ તો ખૂટશે.
વિશ્વાસને સમજવું હશે તો એ સમજશે;
ભલે પછી અંધવિશ્વાસ કેમ ન હોય, એ તો સમજશે.
જ્ઞાનની ધારાને શીખવું હશે તો શીખશે;
પછી ભલેને કેટલો પણ પંડિત હોય, એ તો શીખશે.
પ્રેમની કલ્પનાને પ્રેમ કરવો હશે તો કરશે;
ભલે પછી એ મનની અવસ્થા હોય, એ તો પ્રેમ કરશે.
- ડો. હીરા