શરૂઆત એ નથી કે જાત્રામાં શામિલ થવું,
શરૂઆત એ છે કે પ્રભુ માટે તડપ રાખવી.
શરૂઆત એ નથી કે શિવલિંગના દર્શન કરો,
શરૂઆત એ છે કે શિવને નિરાકાર સમજો.
શરૂઆત એ નથી કે જીવનમાં મુક્તિ પામો,
શરૂઆત એ છે કે પ્રભુમાં લીન થાતા શીખો.
શરૂઆત એ નથી કે વિચારોને તમે બદલો,
શરૂઆત એ છે કે તમે તમારી જાતને ઓળખો.
- ડો. હીરા