અંતરના ઊંડાણમાંથી એક વાત નિકળે છે, પ્રભુ તારો તો સાથ મને મળે છે;
અંતરના ઊંડાણમાંથી એક રાગ નિકળે છે, પ્રભુ તારા તો રાઝ બધા ખૂલે છે;
અંતરના ઊંડાણમાંથી એક અહેસાસ મળે છે, પ્રભુ તારો તો આભાસ મળે છે;
અંતરના ઊંડાણમાંથી એક આનંદ ઊભરે છે, પ્રભુ ત્યારે તો નિરંતર આરામ મળે છે;
અંતરના ઊંડાણમાંથી એક અવાજ નિકળે છે, પ્રભુ તારો તો અનુભવ મને મળે છે;
અંતરના ઊંડાણમાંથી એક શાંતિ મળે છે, પ્રભુ તારા સંગ નો રંગ મને મળે છે;
અંતરના ઊંડાણમાંથી વિશ્વાસ નિકળે છે, પ્રભુ તારા શ્વાસમાં મારો શ્વાસ મળે છે;
અંતરના ઊંડાણમાંથી એક તૃપ્તિ મળે છે, એકરૂપતાનાં બાંધ મને તો મળે છે;
અંતરના ઊંડાણમાં પ્રેમ તો ઊભરે છે, પ્રભુ તારા જ અહેસાસનો પ્રેમ એ તો ઝરે છે.
- ડો. હીરા