અનુભવ, અનુભવની વાત છે, કૃષ્ણ તો મારી સાથ છે
મધુરતા, મધુરતાની વાત છે, અનમોલ પ્રેમનો સંગાથ છે;
પ્રેમ, પ્રેમની મીઠાશ છે, વૈરાગી મનને પણ એ અહેસાસ છે;
અમીરસ, અમીરસની બારાત છે, એના અહેસાસની રજૂઆત છે;
જ્ઞાન, જ્ઞાનનો અંતરમાં નિવાસ છે, એની જ શાયરી એની પહેચાન છે;
લયબદ્ધતા, લયબદ્ધતાનું આ જોશ છે, એના વહાલનો અવકાશ છે;
ઉમંગ, ઉમંગની તો ચહેક છે, સ્વીકાર કરેલા અનિવાર્ય વર્તનની લાજ છે;
ચેતના, ચેતનાની એ મુલાકાત છે, ઉલ્લાસ ભરેલા પ્રેમની મીઠાશ છે.
- ડો. હીરા