વિચારોમાં તું વસે, ઈરાદાઓમાં તું જ રહે;
હૈયામાંથી તું બોલે, મારામાં મને તું ભુલાવે;
વિશ્વાસમાં તું જચે, મર્યાદામાં તું શોભે;
મહત્વકાંક્ષામાં તું સુજે, મારામાં મને તું જ રમાડે.
આંદોલનથી પરે, હર એક ઇચ્છાથી પરે, મને તારામાં તું ખોવડાવે.
જિજ્ઞાસા બધી ખતમ કરે, ઉમંગ હૈયામાં તું ભરે;
તારા જ મિલનમાં તું રમાડે, તારો જ તો ખ્યાલ રહે;
તારા જ શ્વાસોમાં આ ચિત્ત રહે, તારામાં મન તો રમે;
તારા જ ભાવોમાં મન દોડે, તારા જ તો સંગમાં આ હૈયું નાચે
- ડો. હીરા